Horticulture
BRSમાં બાગાયત વિષય એટલે શું ?
બાગાયતએ ખેતીનો એક પ્રકાર છે જેમાં ફાળો, શાકભાજી, ફૂલો, ઔષધીય છોડ અને અન્ય વિશેષ પાકોની સમાવેશ થાય છે.
BRS બાગાયત શાં માટે કરવું જોઈએ?
૧) ત્રણ વર્ષ દરમિયાન કેમ્પસમાં જ આવેલી પ્લગ નર્સરીમાં પ્રેકટિકલ સાથે નર્સરી મેનેજમેન્ટ, બાગાયતી પાકોના રોપઉછેર તેમજ કલમો બનાવવા વિશેનું પ્રેકટિકલ જ્ઞાન.
૨) બાગાયતી પાકોમાં આવતા રોગો અને જીવાતોને ઓળખતા શીખવું અને નિયત્રણ રીત.
૩) બાગાયતી પાકોમાં ઉત્પાદન અને માર્કેટિંગ મેનેજમેન્ટ સુધી સમગ્ર પાસાને આવરી લેતો અભ્યાસક્રમ.
૪) બાગાયતમાં આવેલ વિવિધ ટેકનલોજી (જેવી કે ગ્રીનહાઉસ, નેટહાઉસ અને પેશી સંવર્ધન) સાથેનું પ્રેકટિકલ જ્ઞાન મેળવવાની તક.
૫) કેમ્પસ પર જ રહેલા કૃષિ વિજ્ઞાન કેન્દ્ર અને ઘઉં સંશોધનમાં પ્રત્યક્ષ જોડાઈને અભ્યાસ કરવાની તક.
BRS બાગાયત કર્યા પછી કારકિર્દીમાં કઈ કઈ તકો મળે?
૧) MRS, MSW, MRM, તેમજ PhD વગેરેમાં આગળ અભ્યાસ કરી શકાય.
૨) ફૂલ-છોડ, બાગાયતી છોડની નર્સરી આધારીત પોતાનો વ્યવસાય કરી શકે.
૩) ફૂલ-છોડ, ફળપાકો અને શાકભાજી પાકોનું ગ્રીનહાઉસ અને નેટહાઉસમાં રોપ ઉગાડી પોતાનો વ્યવસાય કરી શકાય.
૪) એગ્રો સેન્ટર આધારીત પોતાનો વ્યવસાય કરી શકે.
૫) ગ્રામ સેવક, એગ્રી આસિસ્ટન્ટ, વર્ગ 1-2-3, સાથે સાથે ગાર્ડન સુપરવાઈજર, વિવિધ નર્સરી, બાગાયત ખાતા તેમજ અન્ય સરકારી ગ્રેજ્યુએટ અભ્યાસ માગતા હોય તે ખાતામાં નોકરી કરી શકાય.
૬) સંસ્થા, ખાનગી ફાર્મ તથા નર્સરીમાં ફાર્મ-મેનેજર, સુપરવાઇઝર વગેરે જેવી નોકરીની તકો.
૭) દવા, બિયારણ, ખાતર, ડ્રીપ વગેરે કૃષિ આધારીત બનાવટોની કંપનીમાં નોકરી કરી શકાય.
Teaching Staff
Name
Mr. Mayur Solanki
Designation
Assistant Professor
Phone
9723173774
Qualification
MRS (Horticulture & Foresty)
DEPARTMENT - SCHOOL
School of Skills and Entrepreneurship
mayur.solanki@lokbharatiuniversity.edu.in